• ઈ.સ ૧૯૧૯ માં પરગજુ વ્યક્તિ એવા આપણા પૂજ્ય છગનભાએ સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી. તેમના દ્વારા ઉપદેશિત ‘કર ભલા હોગા ભલા’ ના સિદ્ધાંત ઉપર કેન્દ્રિત એવા શિક્ષણ જ્ઞાનયજ્ઞનો આરંભ કડી (ઉ.ગુ.) ખાતે થયો. જેના નેજા હેઠળ હાલમાં કડી અને ગાંધીનગર ખાતે વિવિધ શૈક્ષણિક એકમો કાર્યરત છે.
  • સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (કડી સંચાલિત), ગાંધીનગર શાખામાં ગુજરાતી માધ્યમની કુમાર અને કન્યા પ્રાથમિક શાળાઓ કાર્યરત હતી. તત્કાલીન સમયની માંગ મુજબ એડમિશનનો પ્રવાહ અવિરત રહેતા એક અલગ સ્કૂલની જરૂરિયાત ઊભી થતા ઇ.સ. 2000માં‘સર્વ વિદ્યાલય પ્રાથમિક શાળા’, સહ-શિક્ષણ ના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી. તા. 11-07-2000 ના રોજ શાળાને ધોરણ 1 થી 7 ના એક-એક વર્ગની મંજૂરી મળી. ગાંધીનગર શાખાના ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રમુખશ્રી નરસિંહભાઈ કે. પટેલ સાહેબ તરફથી આર્થિક અનુદાન મળતા, તેઓના ધર્મપત્નીના નામે શાળાનું નવું નામ ‘શ્રીમતી રાઈબેન નરસિંહભાઈ પટેલ પ્રાયમરી સ્કૂલ’ રાખવામાં આવ્યું, જેને 07-05-2001 થી મંજૂરી મળી.
  • જૂન 2012થી ધોરણ 8 નો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થતાં તેમજ ઉત્તરોત્તર શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં વખતો વખત જે તે ધોરણોમાં શિક્ષણવિભાગ તરફથી વર્ગવધારો મળતો રહ્યો . હાલમાં કુલ 26 વર્ગોથી શાળા કાર્યરત છે.