ચિત્ર સ્પર્ધા

1. નિસર્ગ કોમ્યુનિસ્ટ સાયન્સ સેંટર દ્રારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં અમારી શાળાની 5 વિધાર્થિનીઓએ ભાગ લીધો.

2. નવનીત પબ્લીકેશન દ્રારા આયોજિત ઓલ ઇંડિયા નવનીત ડ્રોઇંગ કોમ્પિટીશનમાં ધોરણ 1 થી 7 ની 1120 વિધાર્થીનીઓએ ભાગ લીધો. જેમાં 29 વિધાર્થીનીઓને નવનીત પબ્લીકેશન દ્રારા ઇનામો અપાયા.

3. અમારી શાળામાં યોજાયેલ બાલોત્સવમાં ધોરણ 5 થી 7 ની 75 વિધાર્થીનીઓએ ભાગ લીધો. જેમાં વિષયો (1) પર્યાવરણ બચાવો (2) વાર્તાચિત્ર (3)કુદરતી ઉર્જાનો ઉપયોગ. ધોરણ 1 થી 4 માં 80 વિધાર્થીનીઓએ ભાગ લીધો.

4. કોસ્ટગાર્ડ દ્રારા શહેરી શાળાઓની ચિત્ર સ્પર્ધામાં 40 વિધાર્થીનીઓએ ભાગ લીધો.


ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા

  • અમારી શાળા દ્રારા તત્વાવધાન, ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્રાર આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા તાલુકા ક્ક્ષાએ લેવામાં આવી.
    જેમાં શાળાની ધોરણ 5 ની 92, ધોરણ 6 ની 111 અને ધોરણ 7 ની 98 વિધાર્થીનિઓએ ભાગ લીધો. જેમાં ધોરણ 5 ની જોષી વાગ્મીએ પ્રથમ નંબર અને પટેલ અનુશ્રીએ દ્વિતિય નંબર પ્રાપ્ત કરેલ છે.
  • જેમાં ધોરણ 6 ની ઘાંચી મનીષાએ પ્રથમ નંબર અને મજેઠિયા સંધ્યા અને પટેલ દ્રષ્ટિએ દ્વિતિય નંબર પ્રાપ્ત કરેલ છે. જેમાં ધોરણ 7 ની રૂપાલા કોમલે પ્રથમ નંબર અને વ્યાસ બંસરી અને પટેલ હેત્વીએ દ્વિતિય નંબર પ્રાપ્ત કરેલ છે.
  • તાલુકામાં પ્રથમ અને દ્વિતિય નંબર મેળવેલ વિધાર્થીનિઓ જિલ્લા કક્ષાની પરીક્ષા આપશે.
  • રમતોત્સવ અને બાલોત્સવ

  • વર્ષ 2011-12 દરમ્યાન શાળામાં તા.2/12/2011 ના રોજ પૂ. દાસકાકા રમતોત્સવ અને તા. 5/12/2011 ના રોજ બાલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીચે મુજબની સ્પર્ધાઓ યોજાઇ યોજી પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીનિઓને પ્રમાણપત્ર તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરી.

  • રમતોત્સવ (ધોરણ-1 થી 4)              બાલોત્સવ (ધોરણ-1 થી 4)

    1.  50 મી. દોડ                               1. સુલેખન સ્પર્ધા  
    2.  દડા ફેંક                                    2. વાંચન સ્પર્ધા
    3.  લંગડી દોડ                               3. કાવ્યગાન સ્પર્ધા
    4.  લીંબુ ચમચી                             4. વાર્તાકથન સ્પર્ધા
    5. સંગીત ખુરશી                           5. વેશભૂષા  સ્પર્ધા
    6.  દોરડા કૂદ                               6. એક પાત્રીય અભિનય
                                                        7. ચિત્ર સ્પર્ધા

    રમતોત્સવ (ધોરણ-૫ થી ૭)                 બાલોત્સવ (ધોરણ-૫ થી ૭)
    1.  100 મી. દોડ       1. શીઘ્ર્ નિબંધલેખન સ્પર્ધા  
    2.  ગોળા ફેંક                                  2. મહેંદી  સ્પર્ધા
    3.  કોથળા દોડ                              3. નૃત્ય સ્પર્ધા
    4.  લાંબી કૂદ                                 4. કેશકલાગૂંથન સ્પર્ધા
    5. સ્લો સાઇકલ                             5. રંગોળી  સ્પર્ધા
    6.  દોરડા કૂદ                                 6. એક પાત્રીય અભિનય
    7. ત્રિપગી દોડ                              7. ચિત્ર સ્પર્ધા

    ગુરૂપૂર્ણિમા

  • અષાઢી સુદ પૂર્ણિમા તા-15/7/11 ના રોજ વિધાર્થીનિઓએ ગુરૂ (શિક્ષક)નું કુમકુમ તિલક તથા પુષ્પ આપી પૂજન કર્યું. ગુરૂએ વિધાર્થીનીનું મોં મીઠું કરાવી આશીર્વાદ આપ્યા. આ નિમિતે ગુરૂનો મહિમા દર્શાવતા ગીત.
  • Quiz competition

  • On 19th July-2011” Discover India with Anupam Kher” the quiz competition held in our school in seminar hall. About 480 students took part in this quiz. The set up was very good.