About Us

Start :

  • પ્રજ્ઞાદીપ છગનભા,કર્મયોગી દાસકાકા અને તેમના સાથીદારોના પ્રબળ પ્રુરુષાર્થથી કેળવણી ની વિવિધ સંસ્થાઓનો જ્ઞાનદીપ પ્રગટ્યો હતો. આ કેળવણી ની સંસ્થા આજે કબીરવડ જેવી બની ગઈ છે. કબીરવડ વટવૃક્ષની શાખા-પ્રશાખો વિસ્તાર પામી છે. તેમજ તેની ઘટાઓ વધતી જાય છે.


  • આ વટવૃક્ષની એક શાખા ગાંધીનગર ખાતે રોપવામાં આવી. જેનો શ્રેય પૂજ્ય દાસકાકાને ફાળે જાય છે. તેઓ કહેતા હતા કે “એક દીકરી ભણે તો એક નહિ બે કુટુંબ તરી જાય” છે. તેમના આ અધૂરા સ્વપ્નને શ્રી માણેકલાલ એમ. પટેલ સાહેબે પુરુ કર્યું. તેમણે કાલુપુર બેંકના સહયોગથી ગાંધીનગર સ્થિત સર્વ વિધાલયમાં કાલુપુર બેંક ક્ન્યા કેળવણી સંકુલ ખાતે ઇ.સ. ૧૯૮૯ની 5 મી મે ના રોજ સર્વ વિધાલય કેળવણી મંડળ કન્યા પ્રાથમિક શાળા 7 વર્ગોથી શરૂ કરવામાં આવી.

  • ત્યારબાદ શ્રીમતી મ્રુદુલાબેન ભરતભાઇ પટેલે માતબર દાન આપીને આ સંસ્થાને આગળ ધપાવવામાં મદદ કરી. તા-૫/૬/૯૪ થી શ્રીમતી મ્રુદુલાબેન ભરતભાઇ પટેલ કન્યા પ્રાથમિક શાળા નામાભિધાન થયું. હાલ શાળામાં 31 વર્ગો તથા વિધાર્થિનીઓની સંખ્યા 1883 થવા પામી છે. માન્યતા નં-: ૯૩૩૦/૩૨/૧૫(૧) ૫-૫-૮૯
  • Snacks :

    અઠવાડિક નાસ્તાનું આયોજન :

    સોમવાર :- રોટલી, શાક.
    મંગળવાર :- પુલાવ, ઇડલી, વઘારેલા ભાત, પૌઆ.
    બુધવાર :- બાફેલા કે ફણગાવેલા કઠોળ .
    ગુરૂવાર :- ઢોકળા, મુઠિયા, થેપલા, પરોઠા.
    શુક્રવાર :- સીંગ-ચણા, સુખડી, વઘારેલા મમરા.
    શનિવાર :- ફ્રુટ કે સલાડ.

    School Timing :

     

    School Timing

    Standard

    Timing

    Monday to Friday

    1 &2

    12:30 to 4:40

    3 to 8

    12:30 to 5:40

    Saturday

    1 to 8

    12:00 to 3:20

    Winter Timing


    Standard

    Timing

    Monday to Friday

    1 &2

    12:30 to 4:30

    3 to 8

    12:30 to 5:30

    Saturday

    1 to 8

    12:00 to 3:20

     

    Orientation :

    અમારો અભિગમ

    “સ્ત્રી શિક્ષણ દ્રારા સામાજિક ક્રાંતિ અને નવજાગૃતિ.”

    અમારું લક્ષ્ય

    ” કન્યા કેળવણી દ્રારા સ્વસ્થ સમાજ નિર્માણ “

    અમારું ધ્યેય

    ” કન્યા કેળવણી દ્રારા અનેક દીકરીઓના જીવન ઉજ્જવળ અને પ્રગતિશીલ બનાવવા”

    “કેળવણી દ્રારા નૈતિકતા, પરિશ્રમ, આત્મવિશ્વાસ અને સંસ્કારસિંચનથી કન્યાઓને તમામ ક્ષેત્રે ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિ કરાવવી.”